Driving License અને ઈ-ચલણના બદલાઈ રહ્યા છે નિયમો, ખાસ જાણો નહીં તો પસ્તાશો 

દેશમાં મોટાભાગના લોકો કાર કે બાઈક ચલાવતી વખતે માને છે કે ફેક દસ્તાવેજો બતાવીને ટ્રાફિક પોલીસ(Traffic Police) થી બચી જવાશે. વાત પણ સાચીછે કારણ કે મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિક પોલીસ પાસે દસ્તાવેજોને તરત જ ચકાસણી કરવા માટે સુવિધા હોતી જ નથી. પરંતુ હવે એવું નહીં થાય. હવે ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી હાજર રહેશે. 
Driving License અને ઈ-ચલણના બદલાઈ રહ્યા છે નિયમો, ખાસ જાણો નહીં તો પસ્તાશો 

નવી દિલ્હી: દેશમાં મોટાભાગના લોકો કાર કે બાઈક ચલાવતી વખતે માને છે કે ફેક દસ્તાવેજો બતાવીને ટ્રાફિક પોલીસ(Traffic Police) થી બચી જવાશે. વાત પણ સાચીછે કારણ કે મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિક પોલીસ પાસે દસ્તાવેજોને તરત જ ચકાસણી કરવા માટે સુવિધા હોતી જ નથી. પરંતુ હવે એવું નહીં થાય. હવે ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી હાજર રહેશે. 

ચકમો નહીં આપી શકો
કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમ 1989 (Motor Vehicle Act)માં સંશોધન કર્યુ છે. સરકારે શનિવારે કહ્યું કે એક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબર 2020થી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ ચલણ સહિત વાહન સંબંધિત દસ્તાવેજોની સાચવણી કરવામાં આવશે. એક નિવેદનમાં કહેવાયું કે વાહન દસ્તાવેજોના નિરિક્ષણ દરમિયાન ઈલેક્ટ્રોનિક માધ્યમથી કાયદેસર જણાયેલા વાહનોના દસ્તાવેજોના બદલે ભૌતિક દસ્તાવેજોની માગણી કરવામાં આવશે નહીં. 

તમારા લાઈસન્સના અપડેટની જાણકારી
જાણકારોનું કહેવું છે કે ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત તમામ જાણકારીઓ ઉપલબ્ધ હશે. આ સાથે જ સરકારે કહ્યું કે લાઈસન્સિંગ ઓથોરિટી દ્વારા અયોગ્ય કે રદ કરાયેલા ડ્રાઈવિંગ લાયન્સનું વિવરણ પોર્ટલમાં રેકોર્ડ કરાશે અને તેને સમયાંતરે અપડેટ પણ કરાશે. 

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે તેઓએ મોટર નિયમ 1989માં કરાયેલા વિભિન્ન સંશોધનો અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં મોટર વાહન નિયમોની વધુ સારી નિગરાણી અને અમલીકરણ માટે એક ઓક્ટોબર 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધિત દસ્તાવેજો અને ઈચલણની સાચવણી અને દેખરેખ થઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news